News Continuous Bureau | Mumbai
બિહારમાં(Bihar) સત્તા પરિવર્તન(Power shift) બાદ એનસીપી સુપ્રીમો(NCP supremo) શરદ પવાર(Sharad Pawar) ફોર્મમાં જોવા મળી રહ્યા છે. તેમણે ભાજપ(BJP) પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો છે કે ભાજપ સતત પ્રાદેશિક સહયોગીને ખતમ કરી રહ્યું છે. આ માટે તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા(BJP president JP Nadda) પર પણ નિશાન સાધ્યું હતું.
બારામતીમાં(Baramati) પત્રકારો સાથે વાત કરતા પવારે કહ્યું કે, ભાજપ સતત આયોજન કરી રહ્યું છે કે કેવી રીતે પ્રાદેશિક સહયોગીઓને(Regional partners) નબળા પાડવા. તેમણે કહ્યું કે બિહાર તેનું ઉદાહરણ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર(Chief Minister Nitish Kumar) પહેલાથી જ સતર્ક હતા અને તેમણે ભાજપ સાથે સંબંધ તોડવાનો નિર્ણય લીધો. પવારે કહ્યું કે, અગાઉ અકાલી દળ ભાજપનો સહયોગી હતો. પ્રકાશ સિંહ બાદલ(Prakash Singh Badal) તેમની સાથે હતા, પરંતુ આજે પંજાબમાં(Punjab) પાર્ટી લગભગ ખતમ થઈ ગઈ છે. સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં(Maharashtra) શિવસેના(Shivsena) અને ભાજપ ઘણા વર્ષોથી સાથે હતા. પરંતુ ભાજપે આયોજન કરીને શિવસેનાને નબળી પાડી અને મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે(Eknath shinde) મુખ્યમંત્રી બન્યા.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની એર કંડિશન લોકલમાં ભીડ વધી પણ આની માટે ટીસી જવાબદાર છે
દરમિયાન પવારના નિવેદનનો વિરોધ કરતા ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે(Deputy CM Devendra Fadnavis) કહ્યું કે મહારાષ્ટ્રમાં શિંદે કેમ્પમાં ૫૦ ધારાસભ્યો છે જ્યારે ભાજપનું સંખ્યાબળ ૧૧૫ છે. વધુ બેઠકો હોવા છતાં અમે શિવસેનાના એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનવા દીધા. પવારની સમસ્યા અલગ છે અને આપણે બધા આ જાણીએ છીએ.