Site icon

નડિયાદના આઉટસોર્સ કર્મચારીઓ રેલી યોજી સૂત્રોચ્ચાર કરી હડતાળ પર ઉતર્યા

News Continuous Bureau | Mumbai

નડિયાદના(Nadiad) આઉટસોર્સ કર્મચારીઓ(Outsourced employees) રેલી(Rally) યોજી સૂત્રોચ્ચાર કરી હડતાળ પર ઉતર્યા નડિયાદ સર્કિટ હાઉસથી(Nadiad Circuit House) કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હડતાલ ઉપર ઉતર્યા છે. પડતર માંગણીઓ સંદર્ભે આઉટસોર્સિંગના કર્મીઓએ(Outsourcing personnel) સરકાર સામે બાયો ચઢાવી છે. પોસ્ટીંગ આપી સરકારી કોન્ટ્રાકટ(Government Contracts) મેળવી લે છે ગુજરાત રાજયમાં સરકારે(Gujarat State Govt) આઉટસોર્સિંગના માધ્યમથી કોન્ટ્રાકટ બેઝથી એન્સીઓ, કંપની પાસેથી મેનપાવર મેળવીને જુદા જુદા વિભાગોમાં કામ કરાવવામાં આવે છે. આવી એજન્સીઓ જે તે કચેરીમાં જઈને અમારા જેવા કર્મચારીના નામ મેળવીને તેઓને પોસ્ટીંગ આપી સરકારી કોન્ટ્રાક્ટ મેળવી લે છે. આ પધ્ધતિથી સરકાર અને અમો કર્મચારી એક જ માધ્યમ હોવા છતાં તેમાં કોઈ ત્રાહિત એજન્સી વચ્ચે આવીને મોટા બિઝનેસ મેળવી નાણાકીય લાભ મેળવી રહેલ છે. આ કારણોથી સરકાર અને કર્મચારીઓને નુકશાન થાય છે. જયારે કઈજ લેવા દેવા સિવાય આવી ત્રાહિત એજન્સી વચ્ચે આવીને કરોડો રૂપિયાની કમાણી કરી જાય છે. હડતાલની જાહેરાત કરવામાં આવી સરકારએ નકકી કરેલ લઘુતમ વેતન મુજબ કોઈ પણ કર્મચારીને આવી કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પગાર આપવામાં આવતો નથી. દા.ત લઘુતમ વેતન 9 હજાર હોય તો એજન્સી અમારા જેવા કર્મચારીને 4-5 હજાર જેટલી રકમ ઉચ્ચક આપી દે છે બાકીની રકમ સરકાર પાસેથી મેળવીને તેઓના ખિસ્સામાં જાય છે. પ્રોવિડન્ટ ફંડ/ વીમો(Provident Fund/ Insurance) અન્ય સરકારી લાભો અમારા જેવા કર્મચારીઓને મળતા નથી. અમારા જેવા કર્મચારીની અડધી જીંદગી (લગભગ છેલ્લા 20 વર્ષ) આ રીતે પસાર થઈ ગયા છે. હવે અમોને કોઈપણ જગ્યાએ ઉંમરના કારણે સરકારી કે ખાનગી નોકરી(Govt or private job) મળી શકે તેમ નથી. હાલની મોંઘવારી અને કામની પરિસ્થિતિ જોતાં અમો તથા અમારા પરિવાર ખુબ જ મોટી આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે. આરોગ્ય તેમજ બાળકોના શિક્ષણનો ખર્ચ આવી મોંઘવારીના કારણે કરી શકતા નથી. એટલે પ્રથમ તો ગુજરાત રાજયની આવી તમામ એજન્સીઓને ગેરકાયદેસર ગણીને તમામ કોન્ટ્રાકટ રદ કરવામાં આવે અને સરકાર ડાયરેક્ટ અમને નિમણુંક આપીને યોગ્ય પગાર ધોરણ નકકી કરે તેવી વિનંતી છે. જેથી અમારો હક અને અધિકારો માટે લડત ચલાવવા ગુજરાત જન જાગૃતિ મંચ દ્વારા ગુજરાત સરકારની શોષણ ભરી નિતિઓના વિરોધમાં 17 સપ્ટેમ્બરથી અચોક્કસ મદતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે. જેને અમે સમર્થન આપીએ છીએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  ખેડા જિલ્લામાંથી પસાર થતા 20 કીમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 16 કીમી પર પીલ્લરો ઊભા કરી દેવાયા 4 કીમીનુ કામ બાકી

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version