News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના વકીલ સતીશ ઉકેના ઘરે EDએ દરોડા પાડ્યા છે.
તપાસકર્તાઓએ આજે સવારે નાગપુરમાં સતીશ ઉકેના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું.
આ દરોડા બાદ હવે સતીશ ઉકેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
EDની આ કાર્યવાહીથી વકીલો અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
જોકે અત્યાર સુધી EDના દરોડા પાડવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે ઇડીએ જમીન વ્યવહારના નાણાકીય મુદ્દાની તપાસ માટે દરોડા પાડ્યા છે.
ઉલ્લેખનીય છે કે વકીલ સતીશ ઉકેએ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરી હતી.
આ સમાચાર પણ વાંચો: ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે
