Site icon

નાશિકમાં લાઉડસ્પીકરને લઈને વિવાદાસ્પદ આદેશ કાઢનારા નાશિકના પોલીસ કમિશનરની આ શહેરમાં બદલી.. જાણો વિગતે..

 News Continuous Bureau | Mumbai

લાઉડસ્પીકર(Loudspeaker)ને લઈને વિવાદાસ્પદ આદેશ કાઢનારા નાશિક પોલીસ કમિશનર(Nashik Police commissioner) દીપક પાંડેય(Deepak Pande)ની બુધવારે ઉતાવળે બદલી(transfer) કરી નાખવામાં આવી છે. નાશિકમાંથી તેમને સીધા મુંબઈ(Mumbai)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

હાલ મહારાષ્ટ્ર(Maharashtra)માં મસ્જિદ પરના ભૂંગળા(Mosque)ને લઈને વિવાદ(Loudspeaker row) ચાલી રહ્યો છે. એમએનએસ(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ 3 મે પહેલા મસ્જિદ (Mosque)પર વાગતા લાઉડસ્પીકર(Loudspeaker)ને હટાવી લેવાની ચીમકી આપી છે. તેને કારણે હાલ રાજ્યમાં લાઉડ સ્પીકરને લઈને રાજકીય વાતાવરણ બરાબરનું તપ્યું છે. બુધવારે જ હજી રાજ્યના ગૃહ પ્રધાન દિલીપ વળસે પાટીલે(State Home minister Dilip Walse-Patil) લાઉડસ્પીકરને લઈને તમામ રાજકીય પક્ષો (Political Party)સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની જાહેરાત કરી હતી. એ દરમિયાન ઉતાવળે નાશિકના પોલીસ કમિશનરની બદલી કરી નાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સ્પીડને લાગી બ્રેક, વડા પ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ અટવાયો. જાણો વિગતે

નાશિક પોલીસ કમિશનર તરીકે દીપક પાંડેય મસ્જિદમાં અઝાન(Azaan) પહેલા અને થવાના 15 મિનિટ બાદ મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા અથવા કોઈ પણ પ્રકારના ભજન વગાડવા, ગીત વગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. તેમના આ વિવાદાસ્પદ આદેશ સામે નાશિકમાં ભારે વિરોધ થયો હતો. નાગરિકોના વિરોધ અને નારાજગી ને ધ્યાનમાં રાખીને મહાવિકાસ આઘાડી સરકારે(MVA govt) ઉતાવળે તેમની મુંબઈ ટ્રાન્સફર કરી નાખી હતી.

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version