ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં નવ કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જે દેશમાં સૌથી વધુ છે.
રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે બુધવાર સાંજ સુધી મહારાષ્ટ્રના નવ કરોડ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 2.76 કરોડ લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
આ આંકડા દેશના અન્ય રાજ્યોની તુલનામાં સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રસીકરણની ઝડપ વધારવા માટે તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે લાવીને 'મિશન કવચ કુંડલ' અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
શેરબજારના બાદશાહ ઝુનઝુનવાલાએ 9 દિવસમાં આ સ્ટોકમાંથી કરી અધધધ 1600 કરોડની કમાણી
