Site icon

લાલુની પાર્ટી સાથે જોડાતા જ નીતીશકુમાર ફોર્મ માં આવ્યા- લોકસભાની 2024 ની ચૂંટણી વિશે આ નિવેદન આપ્યું

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) એકવાર ફરીથી સત્તા પરિવર્તન(Power shift) થઈ ગયું છે. જો કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી(CM) તો એના એજ રહ્યા એટલે કે નીતીશકુમાર (Nitish Kumar) પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને(BJP) મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav') પાર્ટી આરજેડી(RJD) સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી વાર સીએમ પદના શપથ લીધા. આરજેડી નેતા તેજસ્વી યાદવે(Tejashwi Yadav) ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. 

Join Our WhatsApp Community

નીતિશકુમારે આઠમી વાર બિહારના સીએમ પદના શપથ લીધા. શપથ ગ્રહણ(Oath taking) બાદ નીતિશકુમારે રાજ ભવનમાં(Raj Bhavan) મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જાેવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં(Lok Sabha Elections) વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર(PM candidate) હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું. પહેલા તો તેમણે કહ્યું કે અમારી એવી કોઈ દાવેદારી નથી. પરંતુ આગળ જે કહ્યું તે બધાને વિચારતા કરી નાખે તેવું છે. 

આ સમાચાર પણ વાંચો : બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

નીતિશકુમારે કહ્યું કે અમારી કોઈ પણ પદ માટે કોઈ દાવેદારી નથી. પરંતુ જે ૨૦૧૪માં આવ્યા તેઓ ૨૦૨૪ બાદ રહી શકશે કે નહીં? એટલે કે તેમણે હાલની કેન્દ્ર સરકાર(Central Government ) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીત ઉપર સવાલ ઉભા કરી દીધા છે. બિહારના સીએમ નીતીશ કુમારનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કે તેઓ સામાન્ય રીતે આ પ્રકારના નિવેદનોથી અંતર જાળવે છે. આ સાથે જ ૨૦૧૩માં જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપનો ચહેરો જાહેર કરાયા હતા ત્યારથી નીતિશ કુમાર સાથે ભાજપના સંબંધ સારા નથી. નીતિશે પહેલા પણ ભાજપ સાથે આ મુદ્દે જ ગઠબંધન તોડ્યું હતું.  

હવે જ્યારે નીતિશકુમારે એકવાર ફરીથી ભાજપ સાથે અંતર જાળવ્યું છે તો તેમણે નામ લીધા વગર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. નીતિશકુમારના વિરોધીઓ સતત તેમના પર પીએમ પદ માટે દાવેદારીની મહત્વકાંક્ષા હોવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં સત્તા પરિવર્તન પછી શરદ પવાર ફોર્મમાં- નિતેશકુમાર ને બિરદાવ્યા

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version