ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૫ મે 2021
બુધવાર
સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ ને ફગાવી દીધું છે. મરાઠા આરક્ષણ સંદર્ભે મહત્વપૂર્ણ ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે જણાવ્યું કે 13% મરાઠા આરક્ષણ સંપૂર્ણ રીતે ખોટું છે કારણકે રિઝર્વેશન ની કેટેગરી ૫૦ ટકાથી વધુ આગળ જઈ રહી છે. પોતાના મહત્વપૂર્ણ નિવેદનમાં તેમણે જણાવ્યું કે મરાઠા સમુદાયને અશિક્ષિત કે ગરીબ કહી શકાય નહીં. જોકે સપ્ટેમ્બર 2020 સુધી જેટલા લોકોને આ આરક્ષણનો લાભ મળ્યો છે તેમને હાનિ નહીં પહોંચે. પરંતુ તેનાથી આગળ હવે વધુ લોકોને આ લાભ નહીં મળે.
સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે અમે 1992ના એ ચુકાદા સંદર્ભે ફરી એક વાર વિચાર કરીશું જેમાં ૫૦ ટકાથી વધુ આરક્ષણ આપવા પર પ્રતિબંધ છે.
કોરોના મહામારી સામેની જંગમાં મોટી રાહત, RBIએ ઈમરજન્સી હેલ્થ સેવા માટે આટલા હજાર કરોડ આપ્યા
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ લાગુ થઈ ગયા બાદ આરક્ષિત ટકાવારી 64 ટકાની આસપાસ થતી હતી. તેનાથી વધુ માં દસ ટકા જેટલા આર્થિક રીતે પછાત લોકોને પણ લાભ મળી રહ્યો છે. આમ સામાન્ય લોકો માટે બધા દરવાજા બંધ થઇ જતા સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ ફગાવી દીધું છે.