Site icon

હવે ED ના રડાર નવાબ મલિકનો દીકરો, તપાસ માટે આવશે તેડુ? જાણો વિગત

Field hosp scam: BMC man spent Rs 25L on dance bars

Field hosp scam: BMC man spent Rs 25L on dance bars

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021  

Join Our WhatsApp Community

મંગળવાર.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવકતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે બહુ જલદી પોતાના ઘરે એન્ફોર્સમેન્ટ ઓફ ડીરેક્ટોરેટ (ED)ની ધાડ પાડશે એવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે EDએ નવાબ મલિક નહીં પરંતુ તેમના દીકરા ફરાઝ મલિક તરફ પોતાનું નિશાન સાધ્યું હોવાનું કહેવાય છે.

EDએ સોમવારે મુંબઈમાં મોટા પ્રમાણમાં રેડ પાડી હતી, તે માટે દિલ્હીથી EDના 40 અધિકારીઓ આવ્યા હતા. આ અધિકારીઓએ  સાત ઠેકાણે એકી વખતમાં જ છાપો માર્યો હતો, જેમાં ફરાઝ સાથે સંબંધિત રહેલી અસોસિયેટસ હાઈ પ્રેશર ટેક્નોલોજી કંપનીનો સમાવેશ થાય છે. આ કંપનીએ યુનિયન બેન્ક પાસેથી લોન લીધી હતી. લોનમાંના 10 કરોડ રૂપિયા ફરાઝ કંપની સાથે સંબંધિત કંપનીમાં વાળવામાં આવ્યા હોવાનો આરોપ છે. તેથી બહુ જલદી ED ફરાઝની તપાસ માટે બોલાવે એવી શક્યતા છે.

અસોસિયેટસ હાઈ પ્રેશર ટેક્નોલોજી પાસેથી નફો મેળવવા માટે ખોટી રીતે પૈસા અન્ય કંપનીમાં ટ્રાન્સફર કર્યા હોવાનો આરોપ છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને લગભગ 14.9.89 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની ફરિયાદ બેંક પ્રશાસને કરી છે.

પંજાબનું રાજકારણ ગરમાયુ, શિરોમણી અકાલી દળના આ નેતા સામે ડ્રગ્સ કેસમાં FIR;સિદ્ધુ પર બદલો લેવાનો આરોપ

અહીં ઉલ્લેખનીય છે કે શનિવારે રાતે જ નવાબ મલિકે રાતના ટ્વીટ કરીને તેમની વિરુદ્ધ ED કાર્યવાહી કરશે એવી શક્યતા વ્યક્ત કરી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે મારા ઘરે સરકારી મહેમાનો આવવાના છે. તેમના સ્વાગત માટે હું ખુલ્લા દિલે તૈયાર છું. તેમના માટે ચા-બિસ્કિટ તૈયાર હશે. તેમને મારા ઘરનો ચોક્કસ એડ્રેસ જોઈતો હોય તો તેમણે મને ફોન કરવો. 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version