મહારાષ્ટ્રના કોરોના મુક્ત ગામોમાં 8થી 12 ધોરણની સ્કૂલો પ્રત્યક્ષ શરૂ કરવાના નિર્ણય બાબતે શિક્ષણ વિભાગે યુ-ટર્ન લીધો છે.
આ નિર્ણયમાં કોઈ તાંત્રિક ભૂલ હોવાનું જણાવતા તેને વેબસાઈટ પરથી પાછો ખેંચી લેવાયો છે.
હવે સ્કૂલ શરૂ કરવા માટે સ્થાનિક સ્તરીય અહેવાલ મંગાવાશે ત્યાર બાદ તેની સમીક્ષા કરી યોગ્ય નિર્ણય લેવાશે.
તેમજ તે માટે વાલીઓની અને મુખ્ય અધ્યાપકો ની સહમતિ આવશ્યક રહેશે.
જોકે ઓફલાઈન શરૂ કરવા માટે કોરોના ટેસ્ટ ફરજીયાત રહેશે.
ઉલ્લેખનીય છે કે કોરોના મુક્ત વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની સંમતિથી આઠમાંથી બારમાં ધોરણની શાળા શરૂ કરવાનો નિર્ણય ગત સોમવારે જાહેર કરાયો હતો
