ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 નવેમ્બર 2021
શનિવાર.
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ હવે મથુરામાં વિવાદિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ માટે પહેલી વખત 6 ડિસેમ્બર ના સાધુ સંતો કારસેવા શરૂ થવા જઈ રહી છે. હજારોની સંખ્યામાં સાધુ સંતો અલગ અલગ તીર્થ સ્થળોથી જળ લાવશે અને અહીં બાલ ગોપાલનો જલાભિષેક કરશે. ગુરુવારે અટલ્લા ચુંગી ખાતે શ્રી રામ મંદિર ખાતે યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. અખિલ ભારત હિન્દુ મહાસભાએ પણ જાહેરાત કરી છે કે તેઓ 6 ડિસેમ્બરે ઇદગાહના સ્થળે આવશે.
કૃષ્ણ જન્મભૂમિના મુખ્ય અરજદાર તરીકે કેસ લડી રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ કરુણેશ શુકલાના કહેવા મુજબ 6 ડિસેમ્બરના દેશનાઅલગ અલગ જગ્યાએ સાધુ સંતો મથુરા પહોંચશે અને અહી બાળગોપાલનો જળઅભિષેક કરશે. ઈસ્લામ સાથે જોડાયેલા અમુક લોકોએ સદીઓ પહેલા કૃષ્ણ મંદિરને તોડી પાડયું હતું. કૃષ્ણ જન્મસ્થળ પર મસ્જિદ બનાવી હતી. કોર્ટમાં જઈને ન્યાય મેળવશું.
કારસેવાને લઈને તેમણે કહ્યું હતું કે કારસેવાના માધ્યમથી હિંદુ સમાજને જાગૃત કરવામાં આવશે. જે પ્રકારે રામ મંદિર આંદોલન દરમિયાન સાધુ સંતો અને હિંદુ સમાજ એકજૂટ રહ્યો હતો. તેમ કૃષ્ણ જન્મભૂમિ આંદોલન દરમિયાન હિંદુ સમાજને એકત્રિત કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે હવે જયારે પણ કારસેવા થશે ત્યારે ગોળી વરસાવવામાં નહીં આવે.રામ અને કૃષ્ણના ભક્તો પર ફલોની વર્ષા કરશુ.