News Continuous Bureau | Mumbai
દેશના નવ રાજ્યો(states)માં હિંદુઓ લઘુમતી(Hindus minority) હોવાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે ત્યારે આ નવ રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગણી કરતી એક અરજી સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં કરવામાં આવી છે. આ રાજ્યોમાં હિંદુઓની સંખ્યા ઓછી થઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે હિંદુઓને અધિકારો ન મળ્યા હોય તા સક્ષમ ઉદાહરણ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટમાં અરજદાર નવ રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગણી કરી છે ત્યારે આ અરજી પર સુનાવણી સુપ્રીમ કોર્ટની બેંચે અરજદાર દેવકીનંદર ઠાકરુના વકીલને કહ્યું હતું કે અમારી સમક્ષ એવા ઉદાહરણ રજૂ કરો જેમાં સાબિત કરી શકાય કે હિંદુઓ લઘુમતીમાં હોય અને તેમને અધિકાર ના મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : વિદેશમાં જવા ઈચ્છુકોમાં વધારો. પાસપોર્ટની અરજી માટે અપોઈન્ટમેન્ટ મેળવવા પણ લાંબુ વેઇટિંગ લિસ્ટ.. જાણો વિગત
અરજદારે એવો દાવો કર્યો છે કે લઘુમતીના અધિકાર માત્ર ક્રિશ્ચન, મુસ્લિમ, શીખ, બોદ્ધ, પારસી અને જૈનો પૂરતા સીમિત છે. તો નવ રાજ્યમાં હિંદુઓ લઘુમતીમાં છે તો તેમને પણ તેનો લાભ મળવો જોઈએ.
આ અરજી પર બે અઠવાડિયા બાદ સુનાવણી થવાની છે. આ દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કોઈ હિંદુને તેના અધિકારો આપવામાં ના પાડવામાં આવી હોય તો આ અંગે વિચાર કરવામાં આવશે.