News Continuous Bureau | Mumbai
દેશમાં તમામ સરકારી ઓફિસમાં(government office) વડા પ્રધાન(Prime Minister), રાષ્ટ્રપતિ(President) સહિતના માન્યવરના ફોટો લગાડવાના હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ફર્રુખાબાદમા(Farrukhabad) આવેલી એસ સરકારી ઓફિસમાં હદ થઈ ગઈ હતી. દેશના મહાન હસ્તીઓના ફોટા બદલે એક સરકારી અધિકારીએ(Government official) પોતાની ઓફિસમાં દુનિયાના ખુંખાર આંતકવાદી ઓસામા બિન લાદેનનો(Osama bin Laden) ફોટો મૂક્યો છે, જે નીચે લખ્યું છે વિશ્વનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર(Junior Engineer).
નવાબગંજના વિદ્યુત વિભાગની(Electrical department) ઓફિસમાં એક ફોટો ચર્ચાનો વિષય બન્યો છે. આ ફોટો આતંકવાદી ઓસામા બિન લાદેનનો છે. ફોટોના માધ્યમથી ઓસામા બિન લાદેનને દુનિયાનો શ્રેષ્ઠ જુનિયર એન્જિનિયર ગણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મસ્જિદનો વિવાદ વકર્યો- હવે આગ્રાની આ જાણીતી મસ્જિદના પગથિયા નીચે દેવતાઓની મૂર્તિઓ દફનાવવામાં આવી હોવાનો દાવો- કોર્ટમાં દાખલ થઈ નવી અરજી
ફર્રુખાબાદ જિલ્લામાં, વિદ્યુત વિતરણ નિગમના એક SDOએ તેમની ઓફિસમાં મુખ્યમંત્રી, વડાપ્રધાન, બાબા ભીમરાવ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી(Mahatma Gandhi) સિવાય ઓસામા બિન લાદેનનો ફોટો લગાવ્યો છે. વિભાગીય અધિકારીઓને તેની જાણ થઈ, પરંતુ આ અધિકારીના ડરથી કોઈપણ અધિકારીએ તેની સામે વાંધો ઉઠાવ્યો નથી.