News Continuous Bureau | Mumbai
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ મંદિરના(Shri Ram Temple) નિર્માણનું કાર્ય અયોધ્યામાં(Ayodhya) જોરશોરથી ચાલી રહ્યું છે, તેને લઈને સમગ્ર દેશમાં લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા છે. આ દાન(Donation) અલગ અલગ માધ્યમથી સ્વીકારવામાં આવી રહ્યું છે. જો કે, ઘણા એવા લોકો પણ છે, જે ચેક આપી રહ્યા છે. તેમાંથી કરોડો રૂપિયાના ચેક બાઉન્સ(Cheque bounce) થયા છે.
રામજન્મભૂમિ(Ramjanmabhoomi) તીર્થ ક્ષેત્ર(Pilgrimage Area) ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવતા નિધિ સમર્પણ અભિયાનમાં(Fundraising Campaign) અત્યાર સુધીમાં કુલ 5457.94 કરોડની રકમ એકત્ર કરવામાં આવી છે. જો કે, આ સંખ્યા અંતિમ નથી, કારણ કે, જિલ્લાવાર ઓડિટ(District wise audit) નું કામ હજુ પણ ચાલું છે. હાલમાં અખિલ ભારતીય સ્તરથી ફંડ એકત્રિકરણનું(Fundraising) મોનીટરીંગ(Monitoring) કરી રહેલી ટીમની ગણતરીમાં એક ટેન્ટિવ રિપોર્ટ(Tentative report) સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ શ્રી રામ મંદિર માટે દાન કરનારાઓમાં લગભગ 22 કરોડથી વધારે ચેક એવા છે, જે બાઉન્સ થઈ ગયા છે. તેને અલગ કરીને એક અલગ રિપોર્ટ બનાવવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : વિરોધની આડમાં લૂંટ શરૂ- બિહારના આ રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી 3 લાખની લૂંટ- જુઓ ફોટોસ-જાણો વિગતે
રિપોર્ટ દ્વારા ચેક બાઉન્સ થવાના કારણો શોધવામાં આવી રહ્યા છે. ટેકનિકલ કારણોસર(technical reasons) બાઉન્સ થયેલા ચેકને બેંક સાથે બેસીને ફરી વાર રજૂ કરવામા આવશે. આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર કૂપનો તથા રસીદ દ્વારા 2253.97 કરોડનું ભંડોળ ભેગું થયું છે. આવી જ રીતે ડિજિટલ માધ્યમોથી(digital media) 2753.97 કરોડ તથા એસબીઆઈ(SBI)-પીએનબી(PNB) તથા બીઓબીના(BOB) બચત ખાતામાં લગભગ 450 કરોડ રૂપિયાની રકમ ભેગી થઈ છે.
ટ્રસ્ટ તરફથી ભંડોળ માટે દસ, સૌ, તથા એક હજારના કૂપન છપાવ્યા હતા. આ ઉપરાંત ઘણી રકમ રસીદ દ્વારા પણ આવી છે.