Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ જંતર મંતર પર આંદોલને બેઠા-આ છે કારણ

News Continuous Bureau | Mumbai

ચોખા, ઘઉં. સાકર અને ખાદ્યતેલ ખરાબ થઈ રહ્યા છે, તેની ભરપાઈ મળે એવી માગણી સાથે અખિલ ભારતીય રાસ્ત ભાવ ધાન્ય દુકાનદાર ફેડરેશન(All India Rasht Bhav Dhana Shoppers Federation) તરફથી દેશભરમાં રાશનના વિતરણ(Distribution of Ration) માટે પશ્ચિમ બંગાળનું(West Bengal) મોડેલ અમલમાં આવે એ માગણી સહિત અન્ય માગણીઓ સાથે જંતર મંતર(Jantar Mantar) પર આંદોલન(Prptest) કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ભાઈ પ્રહલાદ મોદી(Prahlad Modi) પણ જોડાયા છે.

Join Our WhatsApp Community

અખિલ ભારતીય રાસ્ત ભાવ ધાન્ય દુકાનદાર ફેડરેશનના પ્રહલાદ મોદી ઉપાધ્યક્ષ છે. નવી દિલ્હીના(New delhi) જંતરમંતર માં વિવિધ માંગણી સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મારો ભાઈ વડા પ્રધાન છે તો શું હું ભૂખે મરું એવો સવાલ પણ તેમણે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન કર્યો હતો.

ફેડરેશન તરફથી સરકારને 9 માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓ સાથેનું નિવેદન વડા પ્રધાન મોદીને રજૂ કરવામાં આવવાનું છે. પ્રહલાદ મોદી પોતે રેશનિંગની દુકાન(Ration shop) ચલાવે છે. રેશનિંગની દુકાનદારોને થઈ રહેલી હાલાકીને પગલે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારો ભાઈ વડા પ્રધાન હોય તો શું ભૂખે મરું.

આ સમાચાર પણ વાંચો :  શિવસેના કોની- આજે પણ સ્પષ્ટતા નહીં- હવે આ તારીખે ફરીથી સુપ્રીમમાં થશે સુનાવણી

ફેડરેશને બુધવારે લોકસભાના અધ્યક્ષ(Loksabha Member) ઓમ બિર્લાની(Om Birlan) મુલાકાત લેવાનું છે. ચોખા, ઘઉં. સાકર અને ખાદ્યતેલ ખરાબ હતું. તો તેનું વળતર મળવું જોઈ એવી માગણી ફેડરેશને કરી હતી. એ સિવાય દેશભરમાં રાશનના વિતરણ મટે પશ્ર્ચિમ બંગાળની પેટર્ન અમલમાં મૂકવાની માગણી પણ કરવામાં આવી છે. દેશભરમાં રાશનના વેચાણી દુકાનદારોને મામૂલી રકમ મળે  છે. તેથી તેમને અનેક તકલીફનો સામનો કરવો પડે છે. તેથી જમ્મુ કાશ્મીર સહિત દેશભરની રેશનિંગની દુકાનને વધુ રકમ મળે તેવી  માગણી પણ આ એસોસિયેશને કરી છે.
 

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version