Site icon

અરેરે-લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી લીધી આત્મહત્યા-કારણ જાણી તમે પણ થઇ જશો ભાવુક

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) દરમિયાન બિહારના મજૂરોને(Bihar Labourers) ઘરે મોકલવા માટે ફ્લાઈટની ટિકિટ (Flight ticket) ખરીદનારા ખેડૂતે આત્મહત્યા(Farmer suicide) કરી લીધી છે. પપ્પન સિંહ ગહલોતે(Pappan Singh Gehlot) મંગળવારે સાંજે ઉત્તર દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ(Tigipur village) સ્થિત પોતાના ઘરેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગે તેમને ઘટનાની સૂચના મળી. ગહલોતે એક સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ છોડી છે. જેમાં તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ(Blood pressure and sugar levels) વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી હોવાનું કહ્યું છે.

Join Our WhatsApp Community

તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે નજીકની હોસ્પિટલ મોકલી દેવાયો. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ કહેતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ મશરૂમની ખેતી કરનારા ખેડૂત પપ્પન સિંહ ગહલોત મંગળવારે સાંજે લગભગ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા.  

આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ મહારાષ્ટ્રમાં ધરા ધણધણી ઊઠી- મધ્યરાત્રિના આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા- આટલી હતી તીવ્રતા

બોલીવુડ અભિનેત્રી(Bollywood actress) માધુરી દિક્ષીતે(Madhuri Dixit) પણ રેડિયો પર તેમની કહાની સાંભળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તેમણે લોકોની મદદ કરી હતી. ગહલોતના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. પોલીસના જણાવ્યા મુજબ ગહલોત રોજ મંદિરે જતા હતા. જોકે મંગળવારે સાંજે પૂજારીએ તેમનો મૃતદેહ પંખાથી લટકતો જોયો અને પોલીસને જાણ કરી.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version