Site icon

લો બોલો! હવે સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ પણ સ્ટૅમ્પ પેપર પર લખી આપવી પડશે : મહારાષ્ટ્રના એજ્યુકેશન બોર્ડનો ગજબનો ફતવો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 26 જુલાઈ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

સ્કૂલના વિરોધમાં કોઈ પણ ફરિયાદ કરવી હોય તો એ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર જ આપવી પડશે એવું વિચિત્ર ફરમાન મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડે બહાર પાડ્યું છે. નારાજ વાલીઓના સંગઠને એ બાબતે વિરોધ દર્શાવ્યો છે.

હાલમાં જ  મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશ બોર્ડના સેક્રેટરીએ નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે, એ મુજબ કોઈ પણ શાળા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હશે તો 25 ટકા વાલીઓએ 100 રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર લખીને આપવું પડશે. ત્યાર બાદ સંબંધિત પ્રકરણ શુલ્ક નિર્ધારણ સમિતિ પાસે સુનાવણી માટે મોકલવામાં આવશે. એની સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે.

મહારાષ્ટ્રમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ચાલતો ધીકતો ધંધો, સાયબર વિભાગે છેલ્લા 18 મહિનામાં રાજ્યભરમાંથી આટલા લોકોને પકડ્યા ; જાણો વિગતે

ઇન્ડિયા ઇટ પેરેન્ટ્સ ઍસોસિયેશનના કહેવા મુજબ 25 ટકા વાલીઓ પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી માગનારા સેક્રેટરીએ અત્યાર સુધી કેટલી ખાનગી સ્કૂલના ઑડિટ કરાવીને માહિતી લીધી છે. મનફાવે એવી ફી વસૂલ કરનારી કેટલી સ્કૂલની માન્યતા તેઓએ અત્યાર સુધી રદ કરી છે? એની માહિતી તેઓ પહેલા અમને આપે. વાલીઓ સ્કૂલના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે, એ સ્કૂલ સામે સખત પગલાં લેવાને બદલે વાલીઓને આરોપીના પાંજરામાં મૂકીને તેમની પાસેથી સ્ટૅમ્પ પેપર પર અરજી મગાવે છે એની આકરી ટીકા પણ વાલીઓએ કરી હતી.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version