News Continuous Bureau | Mumbai
કોંગ્રેસ(Congress) સાથે છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ(Patidar leader Hardik Patel) સામે પાટીદાર સમાજમાં રોષ વધી રહ્યો છે. ભાજપમાં પ્રવેશવાની સાથે જ હાર્દિક પટેલે શહીદ પરિવારોની સાથે જ પાટીદાર સમાજ(Patidar community)ના અસામાજીક તત્વ ગણાવી દીધા છે. મીડિયામાં આપેલા તેના આ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ(Contraoversial statement)ને કારણે તેની સામે પાટીદાર સમાજ ભારે રોષે ભરાયો છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ હાર્દિક પટેલ(Hardik Patel)ને હવે સોશિયલ મીડિયા(Social media) પર મારવાની ધમકીઓ (Death threar)મળી રહી છે. એટલું જ નહીં પણ પાટીદાર યુવકો તેને ગદાર ગણાવીને ગાળો પણ આપી રહ્યાં છે. હાર્દિક પટેલ ભાજપ (Hardik Patel joins BJP) જોડાયો અને તેણે પાટીદાર સમાજનો તિરસ્કાર કરતા સમાજના લોકો તેનાથી રોષે ભરાયા હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : RBI અને નાણાં મંત્રાલયનો મહત્વનો નિર્ણય- ભારતીય ચલણી નોટો પર હવે આ મહાનુભવોની પણ તસવીર જોવા મળશે- જાણો વિગતે
એક અહેવાલ જબ સુરત(Surat) તથા ઉત્તર ભારતમાં વસતા પાટીદાર સમાજ તેનાથી ભારે નારાજ છે. તેથી જો તે આ વિસ્તારમાં ગયો તેને માર પડી શકે છે. તેથી તેને સુરક્ષા આપવામાં આપે એવી શક્યતા છે.
પાટીદાર સમાજ(Patidar community) ના લોકોના કહેવા મુજબ પાટીદાર આંદોલન(Patidar protest)માં ભાગ લેનારાને હાર્દિકે અસામાજિક તત્વો ગણાવ્યા છે. 14 પાટીદારોની શહાદતને તે ભૂલી ગયો છે. વડા પ્રધાન(PM Modi)ના વખાણ કરીને અને કોંગ્રેસ અને પાટીદાર સમાજને તે ગાળો આપી રહ્યો છે એવી નારાજગી પણ પાટીદાર સમાજે વ્યક્ત કરી છે. પાટીદાર સમાજના કહેવા મુજબ એક સમયે હાર્દિકે અમિત શાહને જનરલ ડાયર ગણાવ્યા હતા અને હવે તેમના વખાણ કરતા થાકતો નથી.