News Continuous Bureau | Mumbai
ગોરેગામની(Goregaon) પાત્રા ચાલના કેસમાં(Patra Chawl Case) શિવસેનાના પ્રવક્તા(Shiv Sena spokesperson) અને સાંસદ(MP) સંજય રાઉતની(Sanjay Raut) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) ધરપકડ કરી છે. સંજય રાઉતની ધરપકડથી રાજકીય સ્તરે તો અનેક લોકો ખુશ થયા છે પણ પત્રા ચાલના અનેક વર્ષોથી બેઘર થયેલા રહેવાસીઓને પણ ટાઢક વળી છે. એક વૃદ્ધ મહિલાએ(old lady) તો પોતાના બેધર થવા માટે સંજય રાઉતને જવાબદાર ગણીને તે જો સામે મળે તો તેને ચપ્પલથી માર મારશે એવી નારાજગી પણ વ્યકત કરી હતી.
પત્રા ચાલમાં રહેનારી 85 વર્ષની વૃદ્ધા શાંતાબાઈ મારુતી સોનાવણેએ(Shantabai Maruti Sonavane) એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે 13 વર્ષની હતી ત્યારે લગ્ન કરીને પત્રા ચાલમાં રહેવા આવી હતી. આજે તે 85 વર્ષની થઈ છે. 15 વર્ષથી રીડેવલપમેન્ટને(redevelopment) નામે તેઓ બેઘર થઈ ગયા છે. તે સમયે ભાડુ 20 રૂપિયા હતું આજે ભાડું આસમાને છે. રીડેવલપમેન્ટ માટે ઘર ખાલી કર્યા બાદ હજી બિલ્ડિંગ બની શકી નથી. બિલ્ડરે થોડા વર્ષ ભાડું ચૂકવ્યા બાદ હાથ ઉપર કરી દીધા. અમે સંજય રાઉતનું શું બગાડયું હતું કે અમને આવા હાલાકીના દિવસો કાઢવા પડી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત- દિલ્હીમાં ટપાલીઓ ફેરિયા બન્યા- સરકારી આદેશને કારણે આ વેચી રહ્યા છે
શાંતાબાઈએ સંજય રાઉત પર ભારે શબ્દોમાં નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ચાલમાં અમે રહેતા હતા અને હવે બેઘર થઈ ગયા. અનેક રાજકરણીઓ આવીને ખોટા વચન આપીને જાય છે. પરંતુ અમે ઘર મળ્યું નથી. ચાલમાં રહેનારા ગરીબ લોકો પાસે આવકનું કોઈ મોટુ સાધન નથી. નાના-મોટા કામ કરીને ગુજરાન ચલાવે છે. અમને બેઘર કરનારાઓ અમારી સામે આવે તો અમે તેમને ચપ્પલથી માર મારશું.