News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) ચાલી રહેલા સંકટની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray), મંત્રી આદિત્ય ઠાકરે (Minister Aditya Thackeray)અને પાર્ટી નેતા સંજય રાઉત(Sanjay Raut) વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં(Bombay High Court) અરજી દાખલ કરવામાં આવી છે. જાહેરહીતની અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ અરાજકતા અને સરકારી કામો(Government works) રોકવા માટે દેશદ્રોહનો(Treason) કેસ નોંધાવો જોઈએ.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ મુજબ આ અરજી સામાજિક કાર્યકર્તા હેમંત પાટિલ(Hemant Patil) તરફથી દાખલ કરવામાં આવી છે. તેમણે અરજીમાં માંગ કરી છે કે, કોર્ટ ઠાકરે પુત્ર-પિતા, સંજય રાઉતની પ્રેસ ક્રોન્ફ્રન્સ(Press conference) પર રોક લગાવે. આ સિવાય એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના મુદ્દે મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં મુસાફરી પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય ખેંચતાણ વચ્ચે હવે રાજ્યપાલ પણ મેદાને- ઉદ્ધવ સરકાર પાસે માંગ્યો આટલા દિવસનો હિસાબ
પાટીલે પોતાની અરજીમાં કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યો એટલા માટે ગુવાહટી જતા રહ્યા છે કારણ કે, તેમની સુરક્ષાને ખતરો છે, તેઓ પોતાનો જીવ બચાવવા માટે ત્યાં જતા રહ્યા છે કારણ કે, રાઉત અને ઠાકરે તરફથી તેમને ધમકીઓ મળી રહી હતી.