News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi Masjid) મળેલા કથિત શિવલિંગની(Shivling) પૂજા કરવાની પરવાનગી માંગતી અરજી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં(Fast track court) ટ્રાન્સફર કરવામાં આવી છે.
હવે તેની સુનાવણી 30 મેના રોજ થશે. મહેન્દ્ર પાંડે(Mahendra Pandey) આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી કરશે.
આજે વારાણસીની(Varanasi) સિવિલ કોર્ટે(Civil Court) આ નિર્ણય લીધો છે.
હિન્દુ પક્ષે(Hindu community) સિવિલ કોર્ટમાં અરજી કરી જ્ઞાનવાપી મસ્જિદને હિંદુઓને સોંપવાની અને પૂજા કરવાની માંગ કરવામાં આવી હતી, જેની આજે સુનાવણી થઈ હતી.
જોકે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહેલ જ્ઞાનવાપી કેસ બીજો છે. તેના પર 26 મે એટલે કે આવતીકાલે સુનાવણી થશે.
આ સમાચાર પણ વાંચો: એક સાંધે ત્યાં તેર તૂટે.. હવે આ દિગ્ગજ નેતાએ કોંગ્રેસને કર્યું ટાટા બાય બાય, સપાના સમર્થનથી જશે રાજ્યસભા…