News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governer Bhagat singh Koshyari)એ ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. ભગતસિંહ કોશિયારીએ ગુજરાતી અને મારવાડી સમાજના કરેલા વખાણને વિપક્ષે મહારાષ્ટ્રની જનતાનું અપમાન ગણાવીને રાજ્યપાલની ટીકા કરી છે ત્યારે હવે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડી(Vanchit Bahujan Aaghadi) ના નેતા પ્રકાશ આંબેડકર(Prakash Ambedkar) તેમની વહારે આવ્યા છે.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ, પ્રકાશ આંબેડકરે(Prakash Ambedkar) ભગત સિંહ કોશ્યારીના નિવેદનને સમર્થન આપતા કહ્યું કે, રાજ્યપાલ(governor Bhagat Singh Koshyari)નું નિવેદન ખોટું નથી. હું તેમના નિવેદનને સમર્થન આપું છું. રાજ્યપાલના નિવેદનથી મહારાષ્ટ્રનું અપમાન થયું નથી. ઉલટાનું રાજ્યના નેતાઓનું રાજકારણ ખુલ્લું પડી ગયું છે. તેમણે આ નિવેદન કરીને મરાઠી લોકોને ઈશારો કર્યો છે કે અહીંનો વેપાર રાજસ્થાનીઓ અને ગુજરાતીઓના હાથમાં છે. જેનો એનસીપી અને કોંગ્રેસને ફાયદો થયો છે. કારણ કે આટલા વર્ષો સુધી રાજ્યમાં સત્તા હોવા છતાં, તેઓએ મરાઠી લોકોના હાથમાં નાણાકીય બાબતો ન આપી અને રાજસ્થાની અને ગુજરાતી લોકોને આપી. જેથી રાજ્યપાલે આ અંગે વાકેફ કર્યા છે. તેથી મરાઠાઓએ હવે નક્કી કરવાનું છે કે આ બેવડી નીતિ ધરાવતા લોકો સાથે રહેવું છે કે નવું નેતૃત્વ બનાવવું.
આ સમાચાર પણ વાંચો : લો બોલો- રસ્તા પાછળ કરોડો ખર્ચયા બાદ હવે મુંબઈના રસ્તાઓના ખાડા પૂરવા BMC અજમાવશે આ ટેક્નોલોજી
રાજ્યપાલના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે તેના પર ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્યપાલની ટીકા કરવાની જરૂર નથી કારણ કે રાજ્યપાલ કોશ્યારીએ સાચી પરિસ્થિતિ રજૂ કરી છે.
