Site icon

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 9 ડિસેમ્બર એટલે કે 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે અને છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપશે.

સાથે જ રાષ્ટ્રપતિ પૂણેના લોહેગાંવના એરબેઝની મુલાકાત લેશે. તથા એરબેઝ પર એરમેન સાથે વાતચીત કરશે અને ફ્લાઇટનું પ્રદર્શન પણ જોશે. 

આ ઉપરાંત મુંબઇમાં 22મી મિસાઇલ વેસલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ પણ એનાયત કરશે.

‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’ એવોર્ડ એ યુદ્ધ અને શાંતિ બંને દરમિયાન રાષ્ટ્રની અસાધારણ સેવા માટે એરફોર્સ યુનિટ અથવા સ્ક્વોડ્રનને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે.

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 નવેમ્બરે બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચ્યા હતા. અહીં તેમણે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version