મોટા સમાચાર-રાજનાથ સિંહે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો- કહી આ વાત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે સરકાર અને વિપક્ષ(Government and Opposition)બંનેએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ભાજપના વરિષ્ઠ નેતા(Senior BJP leader) અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી(Central Defense MInister) રાજનાથ સિંહે(Rajnath Singh) ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી(Maharashtra CM) અને શિવસેના ચીફ(Shiv Sena chief) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે ફોન પર વાતચીત કરી. 

આ વાતચીતમાં રાજનાથ સિંહે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએના(NDA) ઉમેદવાર માટે ઉદ્ધવ ઠાકરે પાસે સમર્થન માંગ્યું છે.

આ ફોન કોલ બાદ રાજનાથ સિંહ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાતની શક્યતાઓ પણ વધી ગઈ છે. 

શક્ય છે કે ટૂંક સમયમાં જ બંને નેતાઓ દિલ્હી(Delhi) કે મુંબઈમાં(Mumbai) એકબીજા સાથે ઔપચારિક મુલાકાત કરે.

ઉલ્લેખનીય છે કે એનડીએ વતી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે વિપક્ષના નેતાઓ સાથે વાત કરવાની જવાબદારી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(BJP national president) જેપી નડ્ડાને(JP Nadda) આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગે દસમા ધોરણનું પરિણામ- આ લીંક પર ક્લિક કરો અને પરિણામ જાણો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment