ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઓક્ટોબર, 2021
બુધવાર
યુપીના આગ્રામાં કથિત રીતે પોલીસ કસ્ટડીમાં એક વાલ્મિકી સમાજના યુવકના મોત બાદ ભારે હંગામો મચી ગયો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ આગ્રામાં પોલીસ કસ્ટડીમાં મોતને ભેટેલા સફાઈ કામદારના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની લખનઉ પોલીસે અટકાયત કરી છે.
લખનઉ પોલીસ દ્વારા કલમ 144 અને કાયદાના ઉલ્લંઘન બાબતે તેમની અટકાયત કરવામાં આવી છે.
સફાઈ કામદાર અરુણનું આગ્રા પોલીસની કસ્ટડીમાં મોત થયું હતું.
આ કેસમાં ઇન્સ્પેક્ટર, સબ-ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે,વાલ્મિકી સમાજના સફાઈ કામદારની પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી હતી.
