News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક દિવસથી પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઠેકાણા પર રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA સતત દરોડા પાડી રહી છે. અત્યાર સુધીમાં 100થી વધારે PFIના સભ્યોની ધરપકડ થઈ ગઈ છે. આ તમામની વચ્ચે NIAની ટીમે મહારાષ્ટ્રના પુણે(Pune)માં PFIની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાં કેટલાય PFI સમર્થકો એકઠા થઈ ગયા અને કલેક્ટર ઓફિસ પર વિરોધ પ્રદર્શન(Protest) કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનમાં ‘પાકિસ્તાન જિંદાબાદ’(Pro-Pakistan slogans)ના નારા પણ લગાવ્યા હતા.
"Pakistan Zindabad" slogans ring out at #PFI protest rally in Maharashtra's Pune. pic.twitter.com/f7FNJKAWO1
— Shivangi Thakur (@thakur_shivangi) September 24, 2022
મીડિયા અહેવાલ અનુસાર, NIAના દરોડાના વિરોધમાં PFI સમર્થકોએ પુણેની કલેક્ટર ઓફિસ બહાર પ્રદર્શન કર્યા અને રેલી કાઢી હતી. આ દરમિયાન PFI સમર્થકોએ પાકિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા. હવે આ ઘટનાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં ટીવી પર રૂ 60000 સુધીની છૂટ- અહીં ટોચના ટીવી ડીલ્સ છે
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં NIA, EDએ PFIના 93 લોકેશન પર દરોડા પાડ્યા હતા. જેમાં PFIના કુલ 106 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.