ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
ન્યુઝ કંટીન્યૂઝ ની ટીમે સમાચાર પ્રસ્તુત કર્યા હતા કે નવી મુંબઈના એરપોર્ટને મોજુદા સરકાર બાળ ઠાકરે એરપોર્ટ નામ આપવા માંગે છે. આ સમાચારમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે આ નિર્ણયને કારણે વિવાદ પેદા થશે. હવે તે થયું છે, નવી મુંબઈના સ્થાનિક લોકોએ આ એરપોર્ટ નું નામ બાળ ઠાકરે એરપોર્ટ રાખવાનો વિરોધ કર્યો છે. કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે આ એરપોર્ટને સાંસદ ડી બી પાટીલ નું નામ આપવામાં આવે. તેઓનું કહેવું છે કે સ્થાનિક લોકો માટે આ વ્યક્તિએ ખૂબ કામ કર્યું હતું.
એવું લાગે છે કે આવનાર સમયમાં આ એરપોર્ટના નામકરણ નો વિવાદ વધુ વકરશે અને શિવસેના પોતાનું ધાર્યું નહીં કરાવી શકે.