Site icon

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી બંધાશે લગ્નના બંધનમાં- સીએમ કેજરીવાલ કાર્યક્રમમાં થશે સામેલ-જાણો કોણ છે તેમના જીવનસાથી

News Continuous Bureau | Mumbai 

પંજાબના મુખ્યમંત્રી(Punjab CM) ભગવંત માન(Bhagwant Mann) ફરી એકવાર લગ્નના(Marriage) બંધમાં બંધાવા જઈ રહ્યા છે. 

રિપોર્ટ પ્રમાણે ભગવંત માન આવતીકાલે ગુરુવારે ચંદીગઢમાં(Chandigarh) ડોક્ટર ગુરપ્રીત કૌર(Doctor Gurpreet Kaur) સાથે લગ્નગ્રિંથીથી જોડાશે. 

આ લગ્નમાં ફક્ત પરિવારના લોકો ઉપસ્થિત રહેશે. નવા કપલને આશીર્વાદ આપવા માટે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) કાર્યક્રમમાં સામેલ થશે

કહેવામાં આવી રહ્યું છે કે ભગવંત માન માટે યુવતી તેમની માતા અને બહેને પસંદ કરી છે.

ઉલ્લેખનીય છે કે ભગવંત માનના છ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. તેમની પ્રથમ પત્ની અને બાળકો અમેરિકામાં(USA) રહે છે.

આ સમાચાર પણ વાંચો : ચોમાસામાં ઘાટ પર જનારા મુસાફરો માટે મોટા સમાચાર-આ ઘાટ વાહનવ્યવહાર માટે 8 દિવસ માટે રહશે બંધ-જાણો વિગતે

Exit mobile version