ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
પંજાબ સરકારે PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક પર હાઈલેવલ કમિટી બનાવી છે.
પંજાબ સરકારે આ બાબતે એક નિવેદનમાં કહ્યું કે રાજ્ય સરકારે પીએમ મોદીના ફિરોજપુર પ્રવાસમાં થઈલી બેદરકારી માટે ઉચ્ચે સ્તરીય કમિટીનું ગઠન કર્યુ છે.
આ કમિટી 3 દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે
આ કમિટીમાં ન્યાયમૂર્તિ (નિવૃત) મેહતાબ સિંહ ગિલ, પ્રમુખ સચિવ (ગૃહ મામલા) અને ન્યાયમૂર્તિ અનુરાગ વર્માનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બુધવારના રોજ પંજાબના પ્રવાસે હતા. ફિરોઝપુરમાં કેટલાક વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે એક સભા પણ સંબોધન કરવાના હતા.
