ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે.
આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સીજેઆઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરી છે.
જોકે સુપ્રીમ કોર્ટે તેના પર તત્કાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટમાં ત્રણ જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.પહેલા તેમને આ કેસ સાંભળવા દો, ત્યાં સુનાવણી ચાલી રહી છે ત્યારે હસ્તક્ષેપ શું કામ કરવો જોઈએ…
