ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022
શનિવાર
ઉત્તરાખંડમાં આજે વહેલી સવારે ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
ભૂકંપ પૂર્વી ઉત્તરકાશીથી લગભગ 39 કિમી દૂર સવારે 5 વાગ્યે 3 મિનિટે આવ્યો
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે.
જોકે, અત્યાર સુધી ભૂકંપથી કોઇ પ્રકારનાં જાનમાલનાં નુક્શાનની હાલમાં કોઇ માહિતી નથી.
મોડિફાઈડ મર્કલ્લી ઈન્ટેન્સિટી સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે તમામ લોકોએ તેનો અનુભવ કર્યો હતો.