Site icon

ચાર રાજ્યસભાની ચૂંટણીના પરિણામ – ક્યાંક ભાજપને લાગ્યો ઝટકો તો ક્યાંક કોંગ્રેસને લાગ્યો ઝટકો-જાણો કયા દિગ્ગજો મળી કારમી હાર

News Continuous Bureau | Mumbai 

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો(Rajya Sabha seats) માટેની દ્વિવાર્ષિક ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે. શુક્રવારે મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાનની રાજ્યસભાની 16 બેઠકો માટે ચૂંટણી(Rajya Sabha Election)થઈ હતી અને ગઈકાલે મતદાન થયા બાદ મોડી રાત્રે મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિવાદને પગલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. 16 રાજ્યસભા બેઠકોમાંથી ભાજપને 9, કોંગ્રેસને 5 તથા શિવસેના(Shiv Sena)-NCPને 1-1 બેઠકો પર વિજય મળ્યો છે.

Join Our WhatsApp Community

સત્તાધારી પક્ષ(Ruling party) ભાજપે(BJP) કર્ણાટકમાં(Karnataka) કોંગ્રેસને(Congress) અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારને(Uddhav Sarkar) ઝટકો આપ્યો છે. હરિયાણામાં પણ ભાજપના સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માનો(Kartikeya Sharma) વિજય થયો છે અને અહીં કોંગ્રેસના દિગ્ગજ નેતા અજય માકનનો(Ajay Maken) પરાજય થયો છે. કાર્તિકેય શર્મા રિકાઉન્ટીંગમાં જીત્યા હતા અને અજય માકનનો એક મત રદ થતાં તેઓ હારી ગયા હતા અને રાજ્યસભામાં પહોંચવાનું એમનું સપનું રોળાઈ ગયું છે.

બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસની ત્રણ બેઠકો અને ભાજપને એક બેઠક મળી છે અને અપક્ષ ઉમેદવાર સુભાષચંદ્રા(Subhash Chandra) હારી ગયા છે. કર્ણાટકમાં ભાજપને ત્રણ બેઠકો અને કોંગ્રેસને એક બેઠક મળી છે. મહારાષ્ટ્ર્રમાં ભાજપને 3, એનસીપીને 1, શિવસેનાને 1 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. હરિયાણામાં ભાજપને એક બેઠક મળી છે અને અપક્ષ કાર્તિકેય શર્માનો વિજય થયો છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય માકન એક મતથી હારી ગયા હતા. આમ, રાજયસભાની ચૂંટણીમાં 16 બેઠકો પર મતદાન થયા બાદ ભાજપનો હાથ ઉપર રહ્યો છે અને તેને 16માંથી 9 બેઠકો મળી છે.

આ સમાચાર પણ વાંચો : પયગંબર વિવાદ -નુપુર શર્માની ધરપકડની માગ સાથે રાંચી- હાવડા સહિત અનેક શહેરોમાં હિંસા-પ્રશાસને લીધા આ પગલાં

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં વિવિધ પક્ષના 41 ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યા હતા.

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version