Site icon

લતા મંગેશકર માટે રાજ્યસભા એક કલાક માટે સ્થગિતઃ આપવામાં આવી શ્રંધ્ધાજલી જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 7 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર.

ભારતની કોકિલકંઠી ભારત રત્ન લતા મંગેશકરનું રવિવારે  નિધન થયું. લતા મંગેશકરના નિધન બાદ કેન્દ્ર સરકારે બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આજે રાજ્યસભા  શરૂ થાય તે પહેલા લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યસભાના સ્પીકર વેંકૈયા નાયડુએ શોક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યાર બાદ  રાજ્યસભાને એક કલાક માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

વેંકૈયા નાયડુએ કહ્યું કે લતા મંગેશકરના નિધનથી દેશ સ્તબ્ધ છે. તેમના નિધનથી દેશને ઘણું નુકસાન થયું છે  દેશે એક સારા પ્લેબેક સિંગર ગુમાવ્યા છે. ભારતીય સંગીત અને ફિલ્મ ક્ષેત્રે એક દયાળુ વ્યક્તિ અને મહાન વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમના જવાથી એક યુગનો અંત આવ્યો છે. સંગીત ઉદ્યોગમાં સર્જાયેલી ખાઈને ભરી શકાય તેમ નથી.

ભાજપના આ નેતાએ પોતાના પર થયેલા હુમલાને લઈ આપ્યું વિવાદસ્પદ નિવદેનઃ સીધો આરોપ કર્યો મુખ્ય પ્રધાન પર જાણો વિગત

લતા મંગેશકરને કોરોનાનો ચેપ લાગતા 9 જાન્યુઆરીની રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેને ન્યુમોનિયા થયો હતો. લતા મંગેશકર કોરોનાથી સાજા થયા હતા, પરંતુ ફરી તે બીમાર પડી ગયા હતા અને તેમનું નિધન થયું હતું. તેમના પર 29 દિવસ  બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી હતી.

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version