ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,13 એપ્રિલ 2021.
મંગળવાર.
દેશના એક બહુચર્ચીત કેસ બાબરી ધ્વંસ મુદ્દે ઐતિહાસિક ફેંસલો આપનાર જજ સુરેન્દ્રકુમાર યાદવની ઉપ લોકાયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ ની સરકારે રિટાયર જજ સુરેન્દ્રકુમાર યાદવની રાજ્યના ત્રીજા ઉપ લોકાયુક્ત તરીકે નિમણૂક કરી છે. સોમવારે જ તેમણે આ પદ પર થયેલી નિયુક્તિ અંગે શપથવિધિ લીધી હતી.
વર્ષ 1992 ની 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદનો ઉપરનો ગુંબજ તોડી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર દેશમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. આ બાબરી મસ્જિદ ધ્વંસ મુદ્દે લાલ કૃષ્ણ અડવાણી, ઉમાભારતી,કલ્યાણ સિંઘ અને મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ નેતાઓ સહિત બીજા 32 આરોપીઓ ઉપર કેસ દાખલ કરાયો હતો. ત્યારના સીબીઆઈની વિશેષ અદાલતના જજ સુરેન્દ્રકુમાર યાદવે આ દરેક આરોપીઓને બરી કરવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
મહારાષ્ટ્રના મંત્રી નું બયાન, આજે મુખ્યમંત્રી લોકડાઉનનો નિર્ણય લઇ લેશે.
ઉલ્લેખનીય છે કે,સુરેન્દ્રકુમાર યાદવને 5 વર્ષ પહેલાં જ બાબરીધ્વંસ કેસમાં સ્પેશિયલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.