News Continuous Bureau | Mumbai
સુપ્રીમ કોર્ટે(Supreme court) બુધવારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ(Elections) સંબંધિત એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે બે અઠવાડિયામાં રાજ્યમાં પેન્ડિંગ રહેલી ચૂંટણીનો સમયપત્રક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે મહાનગરપાલિકા(BMC), જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી ક્યારે યોજાશે તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે ચૂંટણી પંચે કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધી ચૂંટણી નહીં થાય.
મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત(Maharashtra Gram Panchayat) જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિ અને મુંબઈ મહાનગરપાલિકા(BMC) મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકા, નગર પંચાયત બિલને 11 માર્ચે જાહેર કરવામાં આવ્યું હતું. તેને પરિણામે પ્રભાગ રચના બનાવવાનો અધિકાર રાજ્ય સરકારને(Maharashtra Govt) હસ્તક ગયો છે. ત્યારે 10 મી માર્ચ સુધીમાં નગરપાલિકાના વોર્ડની રચના ની કામગીરી અંતિમ તબક્કામાં હતી અને સુનાવણી વગેરે બાકી હતી. નગરપાલિકા નગર પંચાયત જિલ્લા પરિષદ પંચાયત સમિતિની વોર્ડ રચના ની કામગીરી તો હજુ પણ બહુ પાછળ છે. ગ્રામ પંચાયતની કામગીરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ વચ્ચે ચૂંટણી પંચનું કહેવું છે કે રાજ્યમાં વરસાદી માહોલમાં(Monsoon) ચૂંટણી શક્ય નથી. કારણ કે ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કાનું કામ છત નીચે થાય છે. પરંતુ વરસાદી માહોલમાં(Rain) મતદાન શક્ય નથી. આપણે ત્યાં જુલાઈ-ઓગસ્ટમાં ઘણો વરસાદ પડે છે. મુંબઈ સહિત કોંકણમાં પુષ્કળ વરસાદ હોય છે. તેથી વરસાદની મોસમમાં ચૂંટણી શક્ય નથી, એમ ચૂંટણી પંચના સેક્રટેરી કિરણ કુરુન્દકરે(Secretary Kiran Kurundkare) જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : દિલ્હી, મહારાષ્ટ્રમાં આતંકવાદી હુમલાનું કાવતરું? હરિયાણાથી ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ. જાણો વિગતે.
કિરણ કુરુન્દકરે વધુમાં કહ્યું હતું કે ચૂંટણીના ચાર તબક્કા છે. પ્રથમ તબક્કામાં વોર્ડ રચના, બીજામાં રિઝર્વેશનની લોટરી, ત્રીજા તબક્કામાં મતદાર યાદી અને ચોથા તબક્કામાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં જાય છે. આ માટે તમામ ચાર તબક્કામાં ઓછામાં ઓછા ત્રણ થી ચાર મહિનાનો સમય લાગશે.ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા પછી પણ 30 થી 40 દિવસનો સમય લાગે છે.
ઓબીસી અનામતના(OBC reserves) મુદ્દે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બુધવારે સુપ્રીમ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો, જેમાં કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને 15 દિવસમાં ચુંટણી કાર્યક્રમની જાહેરાત કરવા જણાવ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં OBC અનામતને લઈને આજે મહાવિકાસ આઘાડીની(Mahavikas aghadi) બેઠક મળી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની(CM Uddhav thackeray) હાજરીમાં મહાવિકાસઆઘાડી નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે.