News Continuous Bureau | Mumbai
જ્ઞાનવાપી(Gyanvapi masjid) કેસમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ચાલી રહેલી સુનાવણીમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં(district court) ટ્રાન્સફર(Transfer) કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે, પરંતુ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ જજ(District Judge) પાસે જાઓ અને ત્યાં દલીલ કરો. અમારી પાસે તમારા માટે વધુ તક હશે.
એટલે કે વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી હવે જિલ્લા કોર્ટમાં જ થશે.
હવે જિલ્લા ન્યાયાધીશ ટ્રાયલ સંબંધિત તમામ બાબતોને જોશે. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આઠ સપ્તાહ સુધી અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ 8 અઠવાડિયાનો વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા