News Continuous Bureau | Mumbai
વૃદ્ધ માતાની(Old mother) સંપત્તિ(Property) હડપ કર્યા બાદ તેની દેખરેખ નહીં રાખનારા પુત્રને સુપ્રીમ કોર્ટે(Supreme court) બરોબરોનો ફટકાર્યો હતો. માતાની દેખરેખ રાખવા માટે મોટું મકાન નહીં પણ મોટું દિલ જોઈએ એવા શબ્દોમાં સુપ્રીમ કોર્ટે પુત્રને ઠપકાર્યો હતો.
વૃદ્ધ માતાની પુત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેમના ભાઈએ માતાની બધી સંપત્તિ પોતાને નામે કરી લીધી હતી અને તે હવે માતાનું ધ્યાન રાખતો નથી. તેથી માતાની કસ્ટડી(Custody) પુત્રીને સોંપી દેવી જોઈએ.
વૃદ્ધ મહિલા ડિર્મેશિયાથી(dementia) પીડિત છે. તેથી તેની કોઈ સંપત્તિ કોઈના નામે ન કરવામાં આવે એવો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. પુત્રીઓએ પોતાની માતાની કસ્ટડી તેમને સોંપવાની માગણી પણ કોર્ટમાં કરી હતી. પુત્રીએ કરેલા દાવા મુજબ તેમનો ભાઈ માતાને મળવા દેતો નથી આ દરમિયાન ચાલેલી દલીલમાં પુત્રના વકીલે કહ્યું હતું કે માતાને રાખવા માટે પૂરતી જગ્યા નથી.
આ સમાચાર પણ વાંચો : કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની મુશ્કેલીઓ ફરી વધી, આ કેસમાં નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા..
વકીલની આ દલીલની સુપ્રીમ કોર્ટે તેમનો ઉઘડો લીધો હતો અને કહ્યું હતુ કે માતાને રાખવા માટે કેટલી જગ્યા કેટલું મોટું મકાન છે તે મહત્વનું નથી. સવાલ એ છે કે માતાની દેખરેખ રાખવા માટે તમારી પાસે કેટલું મોટું દિલ છે.