Site icon

વિધાનસભામાં તો જીતી ગયા- શું સુપ્રીમ કોર્ટમાં પણ જીતશે- આજે કોર્ટમાં થશે શિંદે સરકારના ભાવિનો ફેસલો- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

આજે મહારાષ્ટ્રની નવી શિંદે સરકારની 'સુપ્રિમ' પરીક્ષા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના જૂથ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. આ અરજી ઉદ્ધવ ઠાકરે વતી દાખલ કરવામાં આવી છે. જેમાં 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે પણ એવા ધારાસભ્યોમાં સામેલ છે જેમને અરજીમાં ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે. જો સુપ્રિમ કોર્ટ શિંદેના જૂથ વિરુદ્ધ ચુકાદો આપે છે તો રાજ્યમાં ફરી એકવાર રાજકીય દાવ જામી શકે છે. શિંદેએ સીએમ અને દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી ગત 30 જૂનના સીએમ તરીકે શપથ લીધા છે, પરંતુ હજુ સુધી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે આને કારણે કેબિનેટ વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીના પ્રવાસે- ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી બેઠક- આ ચાર મોટા મુદ્દા પર થઈ ચર્ચા- જાણો વિગતે

આ સિવાય શિવસેનાના નેતા સુભાષ દેસાઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ એકનાથ શિંદેને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાના રાજ્યપાલના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે ગત 30 જૂને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એકનાથ શિંદેને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.

હવે બધાની નજર સુપ્રીમ કોર્ટ તરફ છે કે કોર્ટ કોના પક્ષમાં ચુકાદો આપે છે. 

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version