ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા અનંત ગીતે NCP પ્રમુખ શરદ પવાર પર નિશાન સાધ્યું છે.
રાયગઢમાં એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે જેમણે પોતાની પાર્ટી બનાવવા માટે કોંગ્રેસની પીઠમાં છરા મારનાર શિવસૈનિકોનો 'ગુરુ' ન બની શકે.
કોઈ ભલે ગમે તેટલી શરદ પવારની પ્રશંસા કરે, પરંતુ અમારા ગુરુ હંમેશા (સ્વર્ગસ્થ) બાળાસાહેબ ઠાકરે રહેશે
સાથે તેમણે એમ પણ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ત્રિપક્ષીય મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર માત્ર એક સમજુતી છે.
ઉલ્લેખનીય છે કે પવારને મહા વિકાસ આઘાડી સરકારના આર્કિટેક્ટ અને મુખ્ય માનવામાં આવે છે, જે 2019 ની વિધાનસભા ચૂંટણી પછી શિવસેના અને ભાજપ વચ્ચેના સંબંધો તૂટી ગયા બાદ સત્તા પર આવી હતી.