News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) દ્વારા પહેલી મેના ઔરંગાબાદમાં(Aurangabad) રાજ ઠાકરેની(Raj thackeray) સભા યોજવામાં આવી છે. જોકે હવે આ સભા રદ થાય એવી શક્યતા છે. કારણ કે ઔરંગાબાદમાં પોલીસે(Police) જમાબંધી આદેશ આપ્યો છે અને ધારા 144(Section 144) લગાવી દેવામાં આવી છે.
એમએનએસ ની(MNS) પહેલી મેના યોજવામાં આવેલી સભાને લઈને ફરી નવો વિવાદ ઊભો થયો છે. ઔરંગાબાદ પોલીસે જમાબંધી નો આદેશ જારી કર્યો છે. તે મુજબ ઔરંગાબાદમાં 26 એપ્રિલથી 9 મે સુધી જમાબંધી હશે. તેથી પાંચ કે તેથી વધુ લોકોને જાહેર સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ (restriction)રહેશે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઔરંગાબાદ પોલીસ કમિશનર(police commissioner) નિખિલ ગુપ્તાએ(Nikhil gupta) શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.
ઔરંગાબાદ પોલીસના આ આદેશના કારણે MNSએ મરાઠવાડા સાંસ્કૃતિક મંડળ ના મેદાનમાં રાજ ઠાકરેની સભા રદ્દ કરવી પડવાની છે. જો કે હવે રાજ ઠાકરે અને મનસેના નેતાઓ આ મામલે શું ભૂમિકા ભજવે છે તેના પર સ કોઈની નજર મંડાયેલી છે.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દાવો કર્યો હતો કે ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલીમાં એક લાખની ભીડ સામેલ થશે. જોકે, પોલીસે શરૂઆતથી જ સભાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. છતાં પણ , MNSએ મરાઠવાડા સાંસ્કૃતિક મંડળ ના મેદાનમાં બેઠકની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે.
એટલું જ નહીં પણ મનસેએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ સંજોગોમાં ઔરંગાબાદમાં સભા યોજીને જ રહેશે. પોલીસ દ્વારા સભા માટે સૂચવેલા વૈકલ્પિક સ્થળના પ્રસ્તાવને પણ MNSએ ફગાવી દીધો હતો. જો કે,કર્ફ્યુ હટાવ્યા બાદ MNS ઔરંગાબાદમાં રેલી કરશે કે કેમ તે જોવાનું રહેશે.