Site icon

શું રાજ ઠાકરેની સભા રદ થશે. કારણકે ઔરંગાબાદમાં ધારા 144 લાગુ. જાણો સરકારે શું પગલા લીધાં… જાણો વિગત

News Continuous Bureau | Mumbai  

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS) દ્વારા પહેલી મેના ઔરંગાબાદમાં(Aurangabad) રાજ ઠાકરેની(Raj thackeray) સભા યોજવામાં આવી છે. જોકે હવે આ સભા રદ થાય એવી શક્યતા છે. કારણ કે ઔરંગાબાદમાં પોલીસે(Police) જમાબંધી આદેશ આપ્યો છે અને ધારા 144(Section 144) લગાવી દેવામાં આવી છે.

Join Our WhatsApp Community

એમએનએસ ની(MNS) પહેલી મેના યોજવામાં આવેલી સભાને લઈને ફરી નવો વિવાદ ઊભો થયો છે.  ઔરંગાબાદ પોલીસે જમાબંધી નો આદેશ જારી કર્યો છે. તે મુજબ ઔરંગાબાદમાં 26 એપ્રિલથી 9 મે સુધી જમાબંધી હશે.  તેથી પાંચ કે તેથી વધુ લોકોને જાહેર સ્થળે ભેગા થવા પર પ્રતિબંધ (restriction)રહેશે. 

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ઔરંગાબાદ પોલીસ કમિશનર(police commissioner) નિખિલ ગુપ્તાએ(Nikhil gupta) શહેરમાં કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું કહ્યું હતું.

ઔરંગાબાદ પોલીસના આ આદેશના કારણે MNSએ મરાઠવાડા સાંસ્કૃતિક મંડળ ના મેદાનમાં રાજ ઠાકરેની સભા રદ્દ કરવી પડવાની છે. જો કે હવે રાજ ઠાકરે અને મનસેના નેતાઓ આ મામલે શું ભૂમિકા ભજવે છે તેના પર સ  કોઈની નજર મંડાયેલી છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ દાવો કર્યો હતો કે ઔરંગાબાદમાં રાજ ઠાકરેની રેલીમાં એક લાખની ભીડ સામેલ થશે. જોકે, પોલીસે શરૂઆતથી જ સભાની પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો હતો. છતાં પણ , MNSએ મરાઠવાડા સાંસ્કૃતિક મંડળ ના મેદાનમાં બેઠકની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું કહેવાય છે. 

એટલું જ નહીં પણ મનસેએ પ્રતિજ્ઞા લીધી છે કે કોઈપણ સંજોગોમાં ઔરંગાબાદમાં સભા યોજીને જ રહેશે. પોલીસ દ્વારા સભા માટે સૂચવેલા વૈકલ્પિક સ્થળના પ્રસ્તાવને પણ MNSએ ફગાવી દીધો હતો. જો કે,કર્ફ્યુ હટાવ્યા બાદ MNS ઔરંગાબાદમાં રેલી કરશે કે કેમ તે જોવાનું રહેશે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version