Site icon

સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઈક શો રૂમમાં ફાટી નીકળી ભીષણ આગ- આટલા લોકો જીવતા ભૂંજાયા- પીએમ મોદીએ જાહેર કરી સહાય

two shops on manpada street caught fire on friday

થાણેમાં અગ્નિ તાંડવ! એક જ દિવસમાં આ ત્રણ જગ્યાએ ફાટી નીકળી આગ, થયું લાખોનું નુકસાન..

News Continuous Bureau | Mumbai

તેલંગાણાના(Telangana) ગ્રેટર હૈદરાબાદના(Hyderabad)સિકંદરાબાદમાં (Secunderabad) સોમવારે રાત્રે એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી(fire broke out) હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે અડધો ડઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, રૂબી હોટલના (Ruby Hotel) બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા રૂબી ઈલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં(Ruby Electric Vehicle Showroom) બાઇકની બેટરી(Bike battery) ફાટવાના કારણે આગ લાગી હતી અને ઝડપથી આ આગ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી.  

કહેવામાં આવી રહ્યું છે કે યુનિટમાં શોર્ટ સર્કિટના(Short circuit) કારણે આગ લાગી. આગમાં અનેક ઈ બાઈક પણ બળીને ખાખ થઈ ગઈ. આગ લાગ્યા બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ઘણા લોકોએ પોતાને બચાવવા માટે બારીઓમાંથી છલાંગ મારી. 

આ સમાચાર પણ વાંચો : સાવધાન- તહેવારોમાં બજારમાં ઠલવાઈ રહ્યું છે બનાવટી પનીર-FDAએ દરોડા પાડી જપ્ત કર્યું આટલા કિલો નકલી પનીર

ભયાનક અકસ્માત (Horrible accident) પર પીએમ નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેલંગણાના સિકંદરાબાદમાં આગ લાગવાથી થયેલા મોતથી દુઃખી છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના. સાથે જ તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના પણ કરી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે PMNRF માંથી પ્રત્યેક મૃતકના પરિજનોને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવામાં આવશે.

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version