ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
ઉત્તરપ્રદેશના કુશીનગરમાં લગ્ન પ્રસંગ સમયે એક દુખદ ઘટના બની છે.
લગ્નમાં પીઠી ચોળવાની વિધિ દરમિયાન બનેલી દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે
દુર્ઘટના અંગે જાણ થતાં જ ત્યાં પહોંચી ગયેલી પોલીસે ગામલોકોની મદદથી તેમને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કરી દીધો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પ્રસંગ પહેલા પીઠી ચોળવાની વિધિ દરમિયાન મહિલાઓ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી. તે સમયે અચાનક જ જાળી તૂટી જતાં મહિલાઓ કૂવામાં પડી ગઈ હતી.
