ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
વર્ષ 2013ના શક્તિ મિલ્સ ગેંગ રેપ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે અંતિમ ચુકાદો આપ્યો છે.
બોમ્બે હાઈકોર્ટે ત્રણેય દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી છે.
બોમ્બે હાઈકોર્ટે ફાંસીની સજાની મંજૂરી માટે રાજ્ય સરકારની અરજી પર પોતાનો ચુકાદો આપ્યો છે.
અગાઉ 4 એપ્રિલ 2014ના રોજ મુંબઈ સેશન્સ કોર્ટે તેને ફાંસીની સજા સંભળાવી હતી.
ત્રણેય દોષિતોને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ એસએસ જાધવ અને જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો.