રાષ્ટ્રવાદી કોંગ્રેસ એટલે કે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બહુ ટુંકા સમયગાળામાં બીજી વખત આજે પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી છે
શરદ પવારની અધ્યક્ષતામાં આવતીકાલે વિપક્ષી નેતાઓની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં વિવિધ એજન્ડા અંગે ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકમાં આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી અને એનસીપીના નેતાઓ ઉપસ્થિત રહેશે.
જોકે કોંગ્રેસ તેમાં શામેલ છે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા છે.
શરદ પવારની હિલચાલને ભાજપ સામે આગામી ચૂંટણીમાં વિરોધી પાર્ટીઓનો રાષ્ટ્રીય મોરચો બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પ્રશાંત કિશોરને શરદ પવાર મુંબઈ ખાતેના સિલ્વર ઓક નિવાસ સ્થાન પર મળ્યા હતા.
નાદારીના આરે ઉભેલી અનિલ અંબાણીની કંપનીની માર્કેટકેપમાં અધધ 1000 ટકાનો થયો વધારો, જાણો વિગતે