News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena)માં ઘેરી બનેલી કટોકટી વચ્ચે શરદ પવારે(NCP chief Sharad Pawar) દિલ્હી ખાતે નિવેદન આપ્યું હતું કે હાલ શિવસેનામાં આંતરિક લડાઈ થઈ છે જેનાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ને કોઈ નિસ્બત નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે લડાઈ ગમે તેટલી ઘેરી બને પરંતુ મહાવિકાસ આઘાડી(MVA Govt)ની સરકાર જેમની તેમ રહેશે. હવે આ દિશામાં શરદ પવારે પગલાં ઉચકવાના શરૂ કર્યા છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે મિટિંગ કરીને પોતાના નિકટવર્તી નેતાઓને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી(BJP)નો દાવ ઊંધો પાડવા માટે એકનાથ શિંદે(Eknath Shinde) ને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ તેમજ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને પાર્ટી સંભાળવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ
આ માટે શરદ પવારે હિલચાલ શરૂ કરી દીધી છે અને પોતાનો સંદેશો એકનાથ શિંદે સુધી પહોંચાડી રહ્યા છે કે તેઓ પોતે સીધા ગવર્નર (governor) પાસે પહોંચી જાય અને મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લે. આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમને સમર્થન આપશે અને સત્તા સ્થાપનનો માર્ગ મોકળો થશે. બીજી તરફ શિવસેના પાર્ટી ના બે ટુકડા થતા બચી જશે. શરદ પવારની આ ઓફર ગમે તે નેતાને પીગળાવી દે તેવી છે. હવે જોવાનું એ રહે છે કે એકનાથ શિંદે આ સંદર્ભે શું પ્રતિભાવ આપે છે.