Site icon

હિમાચલ પ્રદેશના પર્યટન સ્થળ શિમલામાં નૅશનલ હાઇવે 5 પર થયું ભૂસ્ખલન, ભારે માત્રામાં ભેખડો ધસી પડતાં રસ્તા પર ટ્રાફિક જામ; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો     
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 
સોમવાર 
હિમાચલ પ્રદેશમાં આવેલ પર્યટન સ્થળ શિમલામાં ફરી એક વાર ભૂસ્ખલન થયું છે. શિમલા જિલ્લામાં આવેલ રામપુર ઉપમંડલ પાસે આવેલ નૅશનલ હાઈવે નંબર 5 પર આ ભૂસ્ખલનનો બનાવ સામે આવ્યો છે. સવારના સમયે અહીંયાં એકાએક પહાડો પરથી ભેખડો ધસી પડવાનો સિલસિલો શરૂ થયો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ હાઈવે પર પણ ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. 
 
અગાઉ જ્યારે ભૂસ્ખલન થયું હતું ત્યારે તે ઘટનામાં કુલ 25 લોકોનાં મોત થયાં હતાં. જોકે આ વખતે જે ભૂસ્ખલનની ઘટના બની છે. એમાં જાનમાલને નુકસાન થયું હોય એવી કોઈ માહિતી સામે નથી આવી, પરંતુ રસ્તા પર ભારે માત્રામાં કાટમાળ પડવાને કારણે હાઈવે બ્લૉક થઈ ગયો છે. જેના કારણે ત્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.

શાબ્બાશ! કોસ્ટલ રોડનું અત્યાર સુધી આટલા ટકા કામ થયું પૂરુ : પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી નીચે અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ ફુલ સ્પીડે, એક ટનલનું કામ પૂરું થશે જાન્યુઆરી સુધીમાં, આવતા વર્ષે બીજી ટનલનું કામ ચાલુ થશે; જાણો વિગત 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ પણ કિન્નોરમાં એક ભૂસ્ખલનનો બનાવ બન્યો હતો, ત્યારે પણ આજ રીતે પહાડો પરથી કાટમાળ પડ્યો હતો, જેમાં ઘણા લોકો ફસાઈ ગયા હતા. આ ઘટના ઑગસ્ટ મહિનાના શરૂઆતમાં ઘટી હતી અને ફરી એક મહિનામાં અહીં ભૂસ્ખલનનો મામલો સામે આવ્યો છે.

 

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version