News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra)ના મંત્રી મંડળનું વિસ્તરણ ક્યારે થશે તે સંદર્ભે અત્યારે અટકળોનું બજાર ગરમ છે. હવે આ મામલે નિર્ણય ઘડી સામે આવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) તેમજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Deputy CM Devendra Fadnavis) આજે દિલ્હી (Delhi) ગયા છે અને તેઓ આવતી કાલે પાછા ફરશે. પોતાના એક દિવસના રોકાણ દરમિયાન તેઓ ગૃહમંત્રી અમિત શાહ(Home Minister Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા(JP Nadda)ને મળશે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આ મીટિંગ દરમિયાન મહારાષ્ટ્ર ના મંત્રીમંડળમાં કયા વ્યક્તિને સ્થાન મળશે તેમજ કોને કયું પ્રધાનપદ અપાશે તે સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. આ બંને નેતાઓની દિલ્હી મીટીંગ ને કારણે મહારાષ્ટ્ર ના નેતાઓની દિલની ધડકન તેજ થઇ ગઇ છે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન
ઉલ્લેખનીય છે કે 11 તારીખે સુપ્રીમ કોર્ટમાં 16 ધારાસભ્યોને ડિસ્કવરી ફાઇલ કરવા સંદર્ભે ની પીટીશન બાબતે સુનાવણી થવાની છે. આ સુનાવણીમાં જો એકનાથ શિંદે ની તરફેણમાં નિર્ણય આવી ગયો તો 15 તારીખ પહેલા મંત્રી મંડળ બની જશે.