News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકારણનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. આજે પણ અનેક વિધાયકો શિંદે(Eknath Shinde) જૂથમાં જોડાયા. આ પહેલા ગઈ કાલે રાતે સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સત્તાવાર નિવાસસ્થાન છોડીને માતોશ્રી (Matoshree) પહોંચી ગયા. જો કે ઠાકરેએ હજુ સુધી સીએમ પદ છોડ્યું નથી. પરંતુ તેમણે ઈશારામાં કહી દીધું કે જો બાગી ધારાસભ્યો તેમની સામે આવીને વાત કરે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મોટું નિવેદન આપ્યું છે, જે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવશે.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે 12 ધારાસભ્યો(MLAs) સાથે પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદ(press Conference)માં તેમણે કહ્યું કે વિધાયકોએ ગુવાહાટી(Guwahati)થી સંવાદ કરવો જોઈએ નહીં. તેઓ મુંબઈ(Mumbai) પાછા ફરે અને સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે આ મુદ્દે ચર્ચા કરે. બધા વિધાયકોની ઈચ્છા હશે તો અમે મહાવિકાસ આઘાડી(MVA Govt)માંથી બહાર નીકળવા પર વિચાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ આ માટે તેમણે અહીં આવવું પડશે અને સીએમ સાથે ચર્ચા કરવી પડશે. થોડા સમય પહેલા શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યોએ થોડા સમય પહેલા ગુવાહાટીમાં પ્રદર્શન કર્યું હતું અને 'એકનાથ શિંદે આગળ વધો, અમે તમારી સાથે છીએ'ના નારા લગાવ્યા હતા. આવી સ્થિતિમાં શિવસેના(Shivsena)ના અસ્તિત્વને બચાવવા માટે સંજય રાઉતે મહા વિકાસ આઘાડીમાંથી બહાર આવવાનો સંકેત આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોરો રોકાયા છે તે હોટેલની સામે TMCનો હંગામો- જુઓ વિડીયો- જાણો કારણ
સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી જવાની શક્યતા છે. કારણ કે સંજય રાઉતનું આ નિવેદન એ વાતનો સંકેત છે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડીને મહાવિકાસ અઘાડી છોડવાનું વિચારી રહી છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે NCPના નેતાઓ છેવટ સુધી શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની પડખે ઊભા રહીશે. તે જ સમયે, શિવસેના મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળવાની તૈયારી બતાવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો બદલાય તેવી શક્યતા છે.