Site icon

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો- રાજકીય સંકટ વચ્ચે શિવસેના પ્રવક્તા સંજય રાઉતનું મોટું નિવેદન-કહ્યું – શિવસેના MVA ગઠબંધન તોડવા તૈયાર પરંતુ આ શરત સાથે

‘Putin, Biden, Charles asked who’s Uddhav Thackeray': Sanjay Raut's viral speech

પુતિન, બિડેન પણ પૂછે છે કોણ છે ઉદ્ધવ ઠાકરે? શિવસેના નેતા સંજય રાઉતની સ્પીચ બની ચર્ચાનો વિષય.. જુઓ વિડીયો

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકારણનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ ચાલુ છે. આજે પણ અનેક વિધાયકો શિંદે(Eknath Shinde) જૂથમાં જોડાયા. આ પહેલા ગઈ કાલે રાતે સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સત્તાવાર નિવાસસ્થાન છોડીને માતોશ્રી (Matoshree) પહોંચી ગયા. જો કે ઠાકરેએ હજુ સુધી સીએમ પદ છોડ્યું નથી. પરંતુ તેમણે ઈશારામાં કહી દીધું કે જો બાગી ધારાસભ્યો તેમની સામે આવીને વાત કરે તો તેઓ તેના માટે પણ તૈયાર છે. આ બધા વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે(Sanjay Raut) મોટું નિવેદન આપ્યું છે, જે રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવશે. 

Join Our WhatsApp Community

શિવસેના પ્રવક્તા સંજય રાઉતે આજે 12 ધારાસભ્યો(MLAs) સાથે પત્રકાર પરિષદ યોજી હતી આ પત્રકાર પરિષદ(press Conference)માં તેમણે કહ્યું કે વિધાયકોએ ગુવાહાટી(Guwahati)થી સંવાદ કરવો જોઈએ નહીં. તેઓ મુંબઈ(Mumbai) પાછા ફરે અને સીએમ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે આ મુદ્દે ચર્ચા કરે. બધા વિધાયકોની ઈચ્છા હશે તો અમે મહાવિકાસ આઘાડી(MVA Govt)માંથી બહાર નીકળવા પર વિચાર કરવા માટે તૈયાર છીએ. પરંતુ આ માટે તેમણે અહીં આવવું પડશે અને સીએમ સાથે ચર્ચા કરવી પડશે. થોડા સમય પહેલા શિવસેનાના 55 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યોએ થોડા સમય પહેલા ગુવાહાટીમાં પ્રદર્શન કર્યું હતું અને 'એકનાથ શિંદે આગળ વધો, અમે તમારી સાથે છીએ'ના નારા લગાવ્યા હતા. આવી સ્થિતિમાં શિવસેના(Shivsena)ના અસ્તિત્વને બચાવવા માટે સંજય રાઉતે મહા વિકાસ આઘાડીમાંથી બહાર આવવાનો સંકેત આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોરો રોકાયા છે તે હોટેલની સામે TMCનો હંગામો- જુઓ વિડીયો- જાણો કારણ

સંજય રાઉતના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી જવાની શક્યતા છે. કારણ કે સંજય રાઉતનું આ નિવેદન એ વાતનો સંકેત છે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડીને મહાવિકાસ અઘાડી છોડવાનું વિચારી રહી છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે NCPના નેતાઓ છેવટ સુધી શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની પડખે ઊભા રહીશે. તે જ સમયે, શિવસેના મહાવિકાસ અઘાડીમાંથી બહાર નીકળવાની તૈયારી બતાવી રહી છે, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં સમીકરણો બદલાય તેવી શક્યતા છે.

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version