Site icon

શિવસેનામાં આંતરિક વિગ્રહ: શિવસેનાથી સાઈડલાઈન કરાયેલા આ નેતાએ કર્યો વળતો પ્રહારઃ કહ્યું પક્ષના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે કે બીજું કોઈ. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021 

Join Our WhatsApp Community

શનિવાર. 

બીજા રાજકીય પક્ષોની  માફક હવે શિવસેનામાં આંતરવિગ્રહ તેની ચરસીમાએ પહોંચી ગયો હોવાનું કહેવાય છે. પક્ષના બે અગ્રણી નેતાઓ વચ્ચેનો વિવાદ દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે. શિવસેનાના નેતા અને  ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ વિરુદ્ધ વાયરલ થયેલી ઓડિયો ક્લીપને કારણે શિવસેનાના નેતા રામદાસ કદમ સહિત તેમના સમર્થકોને સાઈડલાઈન કરી દેવાયા છે. તેને કારણે રામદાસ કદમ ભડકી ગયા છે. પક્ષના આ પગલાં બાદ તેમણે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો. 

રામદાસ કદમે પત્રકાર પરિષદ લઈને અનિલ પરબ નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું રચાઈ રહ્યું છે. શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે કે અનિલ પરબ એવો સવાલ પણ તેમણે કર્યો હતો.
રામદાસ કદમની પક્ષમાં સતત અવગણના થઈ રહી છે. તેથી તેઓ પક્ષ સાથે છેડો ફાડવાની અફવાએ જોર પકડયું છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેઓ મર્યા સુધી પક્ષનો સાથ છોડશે નહીં પણ છોકરાઓ તેમનો નિર્ણય લેવા આઝાદ છે. પક્ષમાંથી હકાલપટ્ટી થઈ તો પણ શિવસૈનિક તરીકે જીવીશ એવો દાવો પણ તેમણે કર્યો હતો.

રાષ્ટ્રપતિ બાદ હવે ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસીય મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી; જાણો વિગતે 

 

Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Exit mobile version